મિત્ર સાથે ઝઘડા બાદ ગળેફાંસો ખાંધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

10 જૂનના લક્ષ્મીનગર શેરી નં. 2માં રહેતા અમિત ભોજાણીની તેના જ ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 9 જૂનના રાત્રે મિત્ર કૃણાલે અમિતને બેફામ માર માર્યો હતો અને આજે સવારે અમિતનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો તે રૂમનો દરવાજો બહારથી બંધ હતો. જેથી મૃતકના પિતાએ હત્યાનો આક્ષેપ કર્યો છે. જેથી પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમિતભાઈ ગોવિંદભાઈ ભોજાણી (ઉં.વ. 34, રહે. લક્ષ્મીનગર શેરી નંબર 2, નાનામવા મેઈન રોડ) આજે 10 જૂનના સવારે 8 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા પરિવારને જાણ થતા 108માં ફોનમાં કરતા 108ની ટીમે સ્થળ પર જ અમિતભાઇને મૃત જાહેર કર્યાં હતા. આ અંગે મૃતકના પિતા ગોવિંદભાઈ ભોજાણીએ જણાવ્યું કે, હું મજૂરી કામ કરું છું.મારે સંતાનમાં 2 દીકરા છે. જેમાં અમિત નાનો દીકરો હતો. અમિતને સંતાનમાં 9 વર્ષ અને 5 વર્ષ એમ 2 દીકરા છે. અમિતની પત્ની બાળકોને લઈ 2 દિવસથી માવતર રિસામણે ગઈ છે. અમિત રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરતો હતો.

‘મૃતદેહ મકાનમાં હતો અને બહારથી લોક માર્યું હતું’ મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે,9 જૂને રાત્રે અમારા જ વિસ્તારમાં રહેતા કૃણાલ નામના યુવક સાથે અમિતને ઝઘડો થયો હતો. આમ તો અમિત અને કૃણાલ મિત્રો છે. પણ ક્યાં કારણે ઝઘડો થયો તે મને જાણ નથી પરંતુ કૃણાલે અમિતને ફડાકા ઝીંકી દીધા હતા. જે બાદ રાત્રે બધા સુઈ ગયા. અમિત જ્યાં રહે છે તે મકાન અને હું જ્યાં રહું તે મકાન નજીકમાં જ છે. સવારે 8 વાગ્યે હું અમિતને જગાડવા ગયો. તેના રૂમનો દરવાજો બહારથી બંધ હતો. મેં આગળીયો ખોલી રૂમમાં જોતા અમિત ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેણે લાકડામાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાધો હતો તેવું જોવા મળ્યું. મેં તુરંત તેને નીચે ઉતારી લીધો આસપાસ રહેતા અમારા સગા સંબંધી અને પાડોશીઓને જાણ થતા તેઓ ત્યાં આવી ગયા હતા. 108ના ડોક્ટરે મારાં પુત્રને મૃત જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *