રાજકોટની ઉપલેટા તાલુકાની એક પ્રાથમિક શાળામાં સિનિયર કેજીમાં અભ્યાસ કરનારી 5 બાળકીઓ સાથે 55 વર્ષીય શિક્ષક દેવાણંદ બેરા દ્વારા 28 જૂન 2025થી લઈ 2 મે 2026 થી દરમિયાન ક્લાસરૂમમાં શારીરિક અડપલા તેમજ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.
લંપટ શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ સમગ્ર મામલે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીના 32 વર્ષીય માતા દ્વારા શાળાના શિક્ષક દેવાણંદ બેરા વિરુદ્ધ બીએનએસની કલમ 75 (2), 351(2), 64(2) તેમજ પોક્સો એક્ટની કલમ 6, 8, 10 મુજબ રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ 8 જૂન 2026ના રોજ મોડી રાત્રે દાખલ કરાવવામાં આવી હતી. જે ફરિયાદ નોંધાતાની સાથે પાટણવાવ પોલીસ દ્વારા 9 જુન 2026ના રોજ લંપટ શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ કરવામાં આવી અને બીજી તરફ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવેલો છે.
કેજીની વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ હરકતો કરતો પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર, દેવાણંદ બેરા જૂન 2025 થી શાળામાં અભ્યાસ કરી રહેલી સિનિયર કેજીની વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અશ્લીલ હરકતો કરતો હતો તેમજ બાળકીઓની નાની ઉંમરનો લાભ લઈને તેમની સાથે શારીરિક અડપલા તેમજ તેમના પ્રાઇવેટ પાર્ટમાં પણ સ્પર્શ કરતો હતો. ત્યારે સમગ્ર મામલે એક વિદ્યાર્થિની દ્વારા પોતાના માતા પિતાને બેડ ટચ બાબતે જાણકારી આપતા સમગ્ર મામલો સ્કૂલ સુધી પણ પહોંચ્યો હતો. ત્યારબાદ 55 વર્ષીય શિક્ષકે માત્ર એક નહીં પરંતુ પાંચ જેટલી વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતું.