માધાપર ચોક નજીક ટ્રકની ઠોકરે યુવાનનું મોત

રાજકોટ શહેરમાં જીવલેણ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે જેમાં માધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં ટ્રકની ઠોકરે ટુવ્‍હીલર ચડી જતાં 18 વર્ષના ધો.12માં અભ્યાસ કરતા યુવાનનું મોત નીપજ્યું છે. મૃતક યુવક પોતાના ઘરેથી ફિલ્મ જોવા જવા માટે નીકળ્યો હતો અને નાણાવટી ચોકમાં રહેતા મિત્રને પણ સાથે આવવું હોય જેથી તેને તેડવા માટે જતો હતો. બનાવ અંગે મૃતક યુવકના પિતા વિપુલભાઇ શાંતીલાલ સાયાણીએ પુત્ર ધ્રુવિલ વિપુલભાઇ સાયાણી (ઉ.વ.18)ને હડફેટે લઈ તેનું મોત નિપજાવનાર ટ્રક નં.જીજે.38.ટી.0518ના ચાલક વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસમા ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિપુલભાઇ સાયાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, હનુમાન મઢી ચોક પાસે સામુદ્રી ચોરાફળીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવુ છું. મારે સંતાનમાં બે દિકરા છે જેમાં નાનો દીકરો ધ્રુવિલ (ઉ.વ.18) જે ધોરણ-12માં અભ્‍યાસ કરતો હતો તેનો મિત્ર હર્ષ હરેશભાઇ ટાંક ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં રહે છે. ધ્રુવિલ અને હર્ષ મંગળવારે બપોર બાદ ગુજરાતી ફિલ્‍મ જોવા જવું હોઇ જેથી ધ્રુવિલ મારા પત્‍નિનું ટુવ્‍હીલર લઇને ઘરેથી તેના મિત્ર હર્ષને તેડવા જવા નીકળ્‍યો હતો. હું બપોરે 2.30 વાગ્‍યે શાંતિગનર ગેઇટ પાસે કૈલાસ પાર્ક-2માં અમારા નવા મકાને ચાવી લેવા ગયો હતો ત્‍યારે મને અજાણ્‍યા વ્‍યક્‍તિએ મારા દિકરા ધ્રુવિલના ફોનમાંથી ફોન કરી જાણ કરી હતી કે આ જેનો ફોન છે તેનું માધાપર ચોક નજીક મૈસુર ભગત ચોકમાં અકસ્‍માત થયો છે તેને સિવિલ હોસ્‍પિટલે લઇ જાય છે આથી હું તુરત સિવિલ હોસ્‍પિટલે પહોંચ્‍યો હતો. ત્‍યાં જઇ જોતાં મારા દિકરા ધ્રુવિલને પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *