ભારતે વુમન્સ T20 એશિયા કપની પહેલી સેમિફાઈનલમાં બાંગ્લાદેશને 40 રનથી હરાવી દીધું. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ પર 149 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ પર 109 રન જ બનાવી શકી. ભારતે 10મી વખત એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી.
દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી. નંદની શર્માએ છેલ્લી ઓવરમાં 2 વિકેટ લીધી.
આ પહેલા ભારત તરફથી શેફાલી વર્માએ 40 બોલ પર 64 રન બનાવ્યા. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌર 24 રન બનાવીને અણનમ રહી. વિકેટકીપર રિચા ઘોષે 21 રન બનાવ્યા.
ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદની શર્મા, શ્રી ચરણી અને ક્રાંતિ ગૌડ.
બાંગ્લાદેશ (BAN): દિલારા અખ્તર, જુએરિયા ફિરદૌસ, શોભના મોસ્તરી, નિગાર સુલતાના (કેપ્ટન અને વિકેટકીપર), શર્મિન અખ્તર, શોર્ના અખ્તર, ફાહિમા ખાતુન, નાહિદા અખ્તર, રાબેયા ખાન, સુલતાના ખાતુન, મારુફા અખ્તર