ચાંદી ₹3,307 વધીને ₹2.39 લાખ પ્રતિ કિલો પર પહોંચી

સોના-ચાંદીના ભાવમાં 10 સપ્ટેમ્બરે વધારો જોવા મળ્યો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 542 રૂપિયા વધીને 1.54 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે એક કિલો ચાંદીની કિંમત આજે 3,307 રૂપિયા વધીને 2.39 લાખ રૂપિયા થઈ ગઈ છે.

આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું 2026માં અત્યાર સુધીમાં 20 હજાર રૂપિયા મોંઘું થઈ ગયું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયા પર હતું, જે હવે 1.54 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે.

જ્યારે ચાંદી 31 ડિસેમ્બર 2025 ના રોજ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.39 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન 29 જાન્યુઆરીએ સોનું 1.76 લાખ રૂપિયા અને ચાંદી 3.86 લાખ રૂપિયા ઓલટાઇમ હાઇ પર પહોંચ્યા હતા.

ડિસેમ્બર સુધીમાં સોનું 1.70 લાખ અને ચાંદી 3 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે

કોટક સિક્યોરિટીઝના સિનિયર વીપી અને કોમોડિટી રિસર્ચ હેડ અનિંદ્ય બેનર્જી કહે છે કે સોનાને સામાન્ય રોકાણકારોની સાથે જ દુનિયાભરની કેન્દ્રીય બેંકો જેવી કે આરબીઆઈનો પણ સપોર્ટ મળી રહ્યો છે, જેઓ સતત સોનું ખરીદી રહ્યા છે.

આગળ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સોનામાં તેજી જળવાઈ રહેશે. જો પરિસ્થિતિ સુધરે તો ચાંદીમાં પણ ઉછાળો જોવા મળી શકે છે. હાલ જે ભવિષ્યની પરિસ્થિતિઓ દેખાઈ રહી છે, તે મુજબ ડિસેમ્બર સુધીમાં સોનાની કિંમત 1.70 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. ચાંદીની કિંમત પણ 3 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *