ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે (સોમવાર, 27 એપ્રિલ) ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થશે. દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના મંત્રી ટોડ મેકલે સામેલ થશે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 5 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો છે.
આ ઐતિહાસિક કરાર હેઠળ ન્યુઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતના મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ અને ઇનોવેશન સેક્ટરમાં 20 બિલિયન ડોલર (લગભગ 1.8 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે.
તેનાથી ભારતમાં રોજગારની નવી તકો ઊભી થશે. સાથે જ ભારતીય કંપનીઓને ન્યુઝીલેન્ડના બજારોમાં ડ્યુટી-ફ્રી પહોંચ મળશે, જેનાથી નિકાસને પ્રોત્સાહન મળશે.