બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે ખુશખબર

RBIએ 7 ઓક્ટોબરે રેપો રેટ વધારવાની જાહેરાત કરી. હવે તે 5.25 ટકાથી વધીને 5.50 ટકા થઈ ગયો છે. ફેબ્રુઆરી 2023 પછી આરબીઆઈએ પહેલીવાર રેપો રેટ વધાર્યો છે. બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા રાખનારા લોકો માટે આ સારા સમાચાર છે. હવે તેમને તેમની FD પર પહેલાં કરતાં વધુ વળતર મળશે.

રેપો રેટ વધવાથી FD કરાવનારાને ફાયદો

બેંકોના વ્યાજદર એક બેન્ચમાર્ક સાથે જોડાયેલા હોય છે. મોટાભાગની બેંકો બેન્ચમાર્ક તરીકે રેપો રેટનો ઉપયોગ કરે છે. તેથી રેપો રેટ વધે ત્યારે તેમણે પણ વ્યાજદર વધારવો પડે છે. જેના કારણે હોમ લોન અથવા કાર લોન લેનારા લોકો માટે લોન લેવી મોંઘી થઈ જાય છે. પરંતુ, બેંકની ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા રાખનારા લોકોને વ્યાજદર વધવાથી ફાયદો થાય છે.

નિષ્ણાતોનું કહેવું છે કે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થયા બાદ બેંકોની એફડી પર વ્યાજદર વધવામાં થોડો સમય લાગી શકે છે. તેનું કારણ એ છે કે બેંકો ડિપોઝિટની જરૂરિયાત, લોનની માગ અને પોતાની એસેટ ક્વોલિટીનું મૂલ્યાંકન કર્યા બાદ જ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદર વધારવાનો નિર્ણય લે છે. તેથી રેપો રેટ વધવાની અસર એફડીના વ્યાજદર પર પડવામાં થોડો સમય લાગે છે.

સ્મોલ ફાઇનાન્સ બેંકોનો વ્યાજદર સૌથી વધુ

હાલમાં મોટાભાગની સરકારી બેંકો ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.30થી 6.65 ટકા વ્યાજદર ઓફર કરી રહી છે. ખાનગી અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનો વ્યાજદર થોડો વધુ છે. નાની-મોટી તમામ બેંકો સામાન્ય રોકાણકારોની તુલનામાં વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજદર ઓફર કરે છે. જોકે, એફડીની અવધિ અનુસાર વ્યાજદરમાં તફાવત હોય છે.

સૌથી વધુ વ્યાજ આપતી બેંકોમાં સ્મોલ ફાઇનાન્સ બેંકો સૌથી આગળ છે. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સિનિયર સિટિઝન્સને 8.50% સુધીનું વ્યાજ આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *