પેંડા ગેંગ બાદ મૂર્ઘા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ

રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ બાદ જંગલેશ્વર વિસ્તારની મૂર્ઘા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમીર ઉર્ફે મૂર્ઘો પઠાણ સહીત 21 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં હાલ પોલીસે 12 આરોપીની અટકાયત કરી બાકીના 4 આરોપીઓ જેલમાં બંધ હોવાથી તેમનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની કુખ્યાત પેંડા અને મૂર્ઘા ગેંગ વિરુદ્ધ પ્રોહિબિશન, જુગાર, ડ્રગ્સ વેચાણ સહિતના કુલ 104 ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં પેંડા ગેંગ વિરુધ્ધ પ્રોહિબિશનના 72, જુગારનો 1, અને NDPSનો 1 કેસ નોંધાયો છે જયારે મૂર્ઘા ગેંગ વિરુધ્ધ પ્રોહિબીશનના 20, જુગારનો 9, અને NDPSનો 1 કેસ નોંધાયો છે.

પેંડા ગેંગ અને મુર્ઘા ગેંગના સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના મંગળા રોડ પર પેંડા ગેંગ અને મુર્ઘા ગેંગ વચ્ચે સામસામે થયેલ ફાયરિંગ કેસ બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અને એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા દ્વારા કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 9 નવેમ્બરના રોજ પેંડા ગેંગના 17 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે બાદ આજે જંગલેશ્વરની મૂર્ઘા ગેંગના 21 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજસીટોકની તપાસ એસીપી ક્રાઇમ ભરત બસિયા દ્વારા કરવામાં આવી રહી છે. હાલ આ ગુનામાં પોલીસે કુલ 12 આરોપીઓને ઝડપી પાડ્યા છે જયારે 4 આરોપીઓ જેલમાં બંધ હોવાથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 5 આરોપી ફરાર હોય જેથી તેને ઝડપી પાડવા તપાસ તજવીજ ચાલુ છે.

21 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં 36 ગુના નોંધાઈ ચુક્યા છે પોલીસના જણાવ્યા મુજબ સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગના 21 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં 36 ગુના નોંધાઈ ચુક્યા છે. આ 36 ગુનામાં ચોરી, જુગાર કે પ્રોહિબિશનના ગુના ધ્યાન પર લેવામાં આવ્યા નથી. આ ગેંગ ઉપર હત્યા અને હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ, આર્મ્સ એક્ટ, NDPS, તેમજ મિલ્કત સંબંધિત ગુના નોંધાઈ ચુક્યા છે. રાજકો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ ગુજસીટોક હેઠળ શાહજહા ઉર્ફે ગોટીયો વશીર, ઈરફાન ઉર્ફે મુન્નો ઉર્ફે જીમ્મી જુણાચ, તેજીમ ફુફાર, મુજકીર ઉર્ફે મુજુડો બ્લોચ, સર્ફરાજ ઉર્ફે સેફુડો ખેડારા, અહેમદ ઉર્ફે દુડી બકાલી, સતાર ઉર્ફે મેંગણી દોઢિયા, અંજુમ ખિયાણી, સમીર ચાનીયા, દિનેશ રીબડીયા, હમીઝ ઉર્ફે ભાણો હેરંજા, અને અરમાન ઉર્ફે ચક્કી સાંધની ધરપકડ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *