પરીક્ષા સમયે પિતા ગુમાવ્યા છતાં બે દીકરીએ હાર ના માની

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 4 મેના રોજ જાહેર કરાયેલા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામોમાં રાજકોટ જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 93.36% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 93.69% નોંધાયું છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ આર્થિક તંગી અને પારિવારિક આઘાતો વચ્ચે પણ પ્રેરણારૂપ સફળતા મેળવી છે.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સરોજિની નાયડુ સરકારી ગર્લ્સ સ્કૂલે ઈતિહાસ રચ્યો છે. શાળાની ત્રણ વિદ્યાર્થિનીઓએ મર્યાદિત સાધનો વચ્ચે શ્રેષ્ઠ PR મેળવ્યા છે. જેમાં ક્રિષા ઉમરાણીયાએ 99.99 PR, દ્રષ્ટિ જગતિયાએ 99.94 PR અને તન્વી કારેલીયાએ 99.85 PR મેળવ્યા છે.

ક્રિષા ઉમરાણીયાએ જણાવ્યું હતું કે, મારે ધોરણ 12 કોમર્સમાં 99.99 PR આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં હું ફર્સ્ટ રેન્ક ઉપર છું. શાળાના આચાર્ય, શિક્ષકો અને પરિવારની મહેનતના કારણે આટલું સારું પરિણામ આવ્યું છે. કારણ કે જો મને અહીંથી પ્રેરણા ન મળી હોત તો અહીં સુધી પહોંચી શકે ન હોત. દીકરી ધારે તે કરી શકે. મારે SPCC, સ્ટેટેસ્ટિક્સ અને ઇકોનોમિક્સમાં 100 માંથી 100 માર્ક્સ છે. જ્યારે અન્ય વિષયોમાં 90 થી વધુ માર્ક્સ છે. આગળ મારો એવો ગોલ છે કે હું કલેક્ટર બનું. મારા પિતાનું નામ હરેશભાઈ છે અને તે ગેરેજમાં કામ કરે છે. જ્યારે માતા ચંદ્રિકાબેન ગૃહિણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *