પડવલામાં બાઈક સ્લીપ થતા યુવકનું મોત

મૂળ સાવરકુંડલાના વતની અને હાલ પડવલા ગામે રહેતા મુકેશભાઈ બાબુભાઈ મારડિયા (ઉં.વ.42) ગત 23 જૂનના રોજ રાત્રે આશરે 9 વાગ્યા આસપાસ પોતાના ઘરેથી બાઇક લઈને આંટો મારવા નીકળ્યા હતા. આ દરમિયાન પડવલા ગામના ગેટ પાસે અચાનક તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું જેના કારણે બાઇક પરથી ફંગોળાઈ જતા મુકેશભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ પડી રહ્યા હતા. અકસ્માત અંગેની જાણ થતાં 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન આજરોજ મોત નીપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મુકેશભાઈ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હતા અને તેઓ અપરણિત હતા.

ગેસનો બાટલો લીક થતા માતા પુત્ર દાઝ્યા રાજકોટ જિલ્લાના શાપરમાં શીતળા માતાજીના મંદિર નજીક રહેતાં ભાવનાબેન પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.42) ગઇકાલે ઘરે રાંધણગેસનો બાટલો બદલતાં હતાં ત્યારે કોઇ કારણોસર ગેસ લિક થતાં ભડકો થતાં દાઝી ગયા હતાં. માતાને ઠારવા જતાં પુત્ર નયનભાઇ પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.30) પણ દાઝી જતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં ભાવનાબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી હોવાનું સામે આવ્યું છે. તેમના પતિ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુત્ર નયન શાપરમાં વડાપાઉની લારી રાખી ધંધો કરે છે. બાટલો બદલ્‍યા બાદ કદાચ નળી લિક થઇ હોઇ તેના કારણે આગ લાગ્‍યાનું તારણ કાઢવામાં આવ્‍યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *