ન્યૂઝીલેન્ડ ઓલઆઉટ થવાની નજીક
ન્યૂઝીલેન્ડની ટીમે વેલિંગ્ટનની પહેલી ઇનિંગમાં ભારત સામે મજબૂત કમબેક કર્યું છે. બીજા દિવસે બીજા સેશનમાં ટીમનો સ્કોર 368/9 છે. ટીમ તરફથી હેનરી નિકોલ્સ અને જેકબ ડફી ક્રિઝ પર છે. હેનરી નિકોલ્સે 150 રન પૂરા કર્યા.
પ્રસિદ્ધ ક્રિષ્નાએ નાથન સ્મિથને LBW આઉટ કર્યો. ગ્લેન ફિલિપ્સ 118 રન બનાવીને આઉટ થયો. તેને આકાશ દીપે બોલ્ડ કર્યો. આ સાથે જ છઠ્ઠી વિકેટ માટે 216 રનની ભાગીદારી તૂટી ગઈ.
અગાઉ, કિવીઝે સવારે 243/5 થી આગળ રમવાનું શરૂ કર્યું. હેનરી નિકોલ્સે 113 અને ગ્લેન ફિલિપ્સે 94 રનથી પોતાની-પોતાની ઇનિંગને આગળ વધારી. પહેલા દિવસે જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી.
120મી ઓવરમાં બુમરાહના બોલ પર 3 ચોગ્ગા પડ્યા. હેનરી નિકલ્સે જસપ્રીતના બીજા, ચોથા અને છેલ્લા બોલ પર ચોગ્ગો લગાવ્યો. બુમરાહની આ ઓવરમાં 15 રન આવ્યા.