AI કંપની એન્થ્રોપિકની અમેરિકન શેરબજારમાં એન્ટ્રી

AI કંપની એન્થ્રોપિકના શેર ગુરુવારે અમેરિકન બજારમાં લિસ્ટ થયા છે. કંપનીનો શેર 83 ડૉલરના ઇશ્યૂ પ્રાઇસની સરખામણીએ 34% વધીને 111.50 ડૉલર પર લિસ્ટ થયો.

આ IPOમાં એન્થ્રોપિકે કુલ 98 કરોડ શેર વેચ્યા. તેનાથી કંપનીની માર્કેટ વેલ્યુ 2 ટ્રિલિયન ડૉલર એટલે કે 187 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

જોકે, શરૂઆતની મિનિટોમાં થોડી અસ્થિરતા જોવા મળી અને શેર 101.24 ડૉલર પર આવી ગયો. તેમ છતાં રોકાણકારો લગભગ 22%ના નફામાં રહ્યા.

ખાસ વાત એ રહી કે, એન્થ્રોપિકે આ તેજી ત્યારે દર્શાવી, જ્યારે સમગ્ર અમેરિકન શેરબજારમાં ભારે ઘટાડો હતો અને ડાઉ 1,029 પૉઇન્ટ ગગડી ગયો હતો.

કંપનીએ IPO દ્વારા 81.3 બિલિયન ડૉલર એટલે કે લગભગ 7 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જે આ જ વર્ષે જૂનમાં ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા એકત્ર કરવામાં આવેલા 75 બિલિયન ડૉલરથી વધુ છે.

આ ઉપરાંત એન્થ્રોપિકને ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એનવિડિયા જેવી ટેક કંપનીઓના અલગ-અલગ રોકાણથી 26 બિલિયન ડૉલર એટલે કે લગભગ 2.43 લાખ કરોડ રૂપિયા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *