નોકરીએથી આવવામાં મોડું થયું તો પતિ, સાસુ, અને સસરાએ માર માર્યો

રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા રીનાબેન સાગરભાઈ ગોહેલ (ઉં.વ.33) ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે પતિ સાગર, સાસુ, પ્રભાબેન, સસરા ભાવસિંહએ ઝગડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી પરિણીતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા રીનાબેન અને તેના માતા રેખાબેન હસમુખભાઈ નિમાવતે પોલીસને જણાવ્યું હતું કે, રીનાબેને 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. પતિ સાગર ટેક્સ એકાઉન્ટન્ટ તરીકે પ્રાઈવેટ નોકરી કરે છે. રીનાબેન પરિવારને મદદરૂપ થવા ચિલ્ડ્રન વેર કપડાનાની દુકાનમાં નોકરીએ જાય છે. અગાઉ બંને પતિ-પત્ની એકલા રહેતા હતા બાદમાં સાસુ સસરા સાથે રહેવા આવ્યા હતા. દરમ્યાન સંતાન બાબતે સાસુ-સસરા મેણાટોણા મારી ઝગડો કરતા હતા અને ગઈકાલે રાત્રે રીનાબેનને કપડાંની દુકાનેથી આવવામાં મોડું થયું હતું. જેથી કેમ મોડું થયું કહીં ઝઘડો કરી અને માર માર્યો હોવાનો આક્ષેપ કરતા પ્રદ્યુમનનગર પોલીસે રીનાબેનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી રોડ પર રહેતા યુવાન ઉપર તેમના સાળાઓનો હુમલો મોરબી રોડ જકાતનાકા પાસે રહેતા રવિ ગોગીયા (ઉ.વ.30) ગઈકાલે બપોરે 1 વાગ્યા આસપાસ વાંકાનેર તાલુકાના રંગપુર ગામે આવેલ આઈધામ મંદિરે સમૂહ લગ્નમાં હતો, ત્યારે સામેવાળા તેના સાળા કાળુ જાદવ અને દિલીપ જાદવ તથા મયુર જાદવએ ઝઘડો કરી માર માર્યો હતો. બનાવ અંગે રવિએ જણાવ્યું હતું કે તે ફેબ્રિકેશનનું કામ કરે છે. તેને સંતાનમાં બે પુત્ર છે. તેણે લવ મેરેજ કર્યાં હતા. જે પછીથી તેમની પત્નીના ભાઈઓ અને પત્નીના માવતાર પક્ષના સભ્યો સાથે તકરાર ચાલતી હતી. જેનો ખાર રાખીને ગઈકાલે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આ અંગે રવિનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

છાતીમાં દુખાવો ઉપડયા બાદ કેદીનું સારવાર દરમિયાન મોત રાજકોટ સેન્ટ્રલ જેલના કેદી ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમભાઈ વડાલા (ઉ.વ.42)ને ગત તારીખ 02.05.2026ના રોજ સવારના સમયે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન આજરોજ સાંજના મોત નિપજતા હોસ્પિટલ ચોકી સ્ટાફ દ્વારા બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *