નેપાળના વડાપ્રધાન બાલેન શાહે પૂર રાહત અને બચાવ કાર્યોમાં મદદ કરવા બદલ સંસદમાં ભારત અને ચીનનો આભાર માન્યો. બુધવારે સંસદને સંબોધતા તેમણે કહ્યું કે બંને પાડોશી દેશોએ સમયસર રાહત સામગ્રી, ટેકનિકલ ટીમો અને તાત્કાલિક મદદ મોકલી.
ભારતે રાહત સામગ્રીનો પાંચમો જથ્થો મોકલ્યો છે. ભારતીય ટીમો સુરંગોમાં સર્ચ ઓપરેશન અને મૃતદેહોની ઓળખમાં મદદ કરી રહી છે. જ્યારે, ચીને ગ્યિરોંગ બોર્ડર સુધી જતો હાઈવે ખોલી દીધો છે, જેનાથી રાહત ટીમો અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચી રહી છે.
પૂરને કારણે અત્યાર સુધીમાં કુલ 1,225 લોકોના મોત થયા છે. તેમાં નેપાળમાં 1,204 અને તિબેટમાં 21 લોકોના જીવ ગયા છે. 4700 થી વધુ લોકો ગુમ છે. ઘણા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સના કર્મચારીઓ પણ ગુમ છે. એવી આશંકા છે કે કેટલાક લોકો હજુ પણ સુરંગોમાં ફસાયેલા હોઈ શકે છે.