દેશવ્યાપી એલપીજી કટોકટી વચ્ચે ઇતિહાસ રચ્યો

દેશમાં એલપીજીની વધતી માંગ વચ્ચે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને મે 2026માં અત્યાર સુધીનું સૌથી વધુ 2,081 એલપીજી વેગનનું રેકોર્ડ બ્રેક લોડિંગ કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ અગાઉ એપ્રિલ 2026માં 1,527 એલપીજી વેગનના લોડિંગનો રેકોર્ડ હતો, જેમાં મે મહિનામાં 36.28 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ રેલવેની ક્ષમતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ રેકોર્ડ લોડિંગ રાજકોટ ડિવિઝનના કાનાલુસ સ્થિત રિલાયન્સ રેલવે ટર્મિનલ પરથી કરવામાં આવ્યું હતું. અહીંથી એલપીજી રેકને હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા સહિત દેશના વિવિધ રાજ્યોમાં રવાના કરાયા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ સફળતાને ટીમ વર્ક અને શ્રેષ્ઠ સંકલનનું પરિણામ ગણાવ્યું હતું. રાજકોટ ડિવિઝન આવશ્યક ચીજવસ્તુઓનો સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરીને રાષ્ટ્રીય ઉર્જા સપ્લાય ચેઇન અને દેશની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાનાં વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ જવાની ફરિયાદો આવતી હોય છે. ત્યારે આગામી ચોમાસા દરમિયાન વરસાદનાં પાણી ભરાવાની, રસ્તા પર ખાડાઓ પડવાની, રસ્તા પર ઝાડ પડવાની, હોર્ડિંગ બોર્ડ પડવાની, ભયગ્રસ્ત મકાનો અંગે, વરસાદી પાણી તેમજ ડ્રેનેજના મેનહોલ ભરાવા કે અન્ય કુદરતી આપત્તિ અંગેની ગંભીર ફરિયાદો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી ઇમરજન્સી ફોન નંબર 0281-2228741 તેમજ 0281-2225707 જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેર કરાયેલા નંબરો પર રાજકોટ શહેરના શહેરીજનો પોતાની ફરિયાદો નોંધાવી શકશે, જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *