દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ફોટા મૂકી લાખો રૂપિયાનું ઓનલાઇન દાન હડપ કરનાર ગઠિયો ઝડપાયો

સાયબર ગઠિયાઓ અવનવી રીતે લોકોને છેતરતા હોય છે. રાજકોટના ઢોલરાના દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિના વિવિધ ફોટા સોશિયલ મીડિયામાં મૂકી દાનની અપીલ કરી ગઠિયાએ લાખો રૂપિયા ઉસેડી લીધા હતા. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ઉત્તરપ્રદેશના શખ્સને આ ગુનામાં ઝડપી લીધો હતો અને રૂ.8 લાખની રકમ સીઝ કરી હતી.

ફેસબુક પર સુભાષ વૃદ્ધાશ્રમની બોગસ આઇડી બનાવી તેમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના વિવિધ ફોટા મૂકવામાં આવ્યા હતા. વૃદ્ધાશ્રમના વડીલોને જમવા અને રહેવા સહિતની સવલતો આપવામાં આવે છે અને આ માટે રૂ.100થી લઇ મહત્તમ દાન કરવા અપીલ કરવામાં આવી હતી અને સેવાકીય પ્રવૃત્તિના ફાટો પર ક્યુઆર કોડ પણ અપલોડ કરવામાં આવ્યો હતો. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિના ફોટા તથા આ વૃદ્ધાશ્રમના વડીલોના ફોટા મૂકી કોઇ શખ્સ દાનના નામે નાણાં ઉઘરાવી રહ્યાનું ધ્યાને આવતા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સંચાલકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.પઢિયાર સહિતની ટીમ સક્રિય બની હતી અને જે બેંક એકાઉન્ટમાં રકમ જમા થઇ રહી હતી તેની માહિતી મેળવી રૂ.8 લાખથી વધુની રકમ સીઝ કરાવી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *