અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક રેલીમાં ઈરાન પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે ઈરાનમાં હવે કોઈ નેતા બચ્યો નથી અને તેમને એ સમજવામાં મુશ્કેલી થઈ રહી છે કે વાતચીત માટે કોની સાથે વાત કરવી.
હકીકતમાં, યુદ્ધના શરૂઆતના કેટલાક અઠવાડિયાઓમાં અમેરિકા અને ઇઝરાયલે હવાઈ હુમલામાં ઈરાનના અનેક મોટા રાજકીખામેનીય અને સૈન્ય નેતાઓને મારી નાખ્યા હતા. તેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની પણ સામેલ હતા.
ટ્રમ્પ યુદ્ધ સમાપ્ત કરવાની સમયમર્યાદા અંગે અગાઉ પણ અલગ-અલગ નિવેદનો આપી ચૂક્યા છે. ઑક્ટોબરની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા 3 નવેમ્બરે યોજાનારી મધ્યાવધિ ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલો નહીં કરે.
આ ચૂંટણીઓથી નક્કી થશે કે અમેરિકી સંસદના બંને ગૃહોમાં કયા પક્ષનું નિયંત્રણ રહેશે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે 21 ઑક્ટોબરે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે અમેરિકી અને ઇઝરાયલી સેનાઓએ મધ્યાવધિ ચૂંટણી બાદ ઈરાન પર ફરીથી હુમલો કરવાની યોજના બનાવી છે.