જસદણ શ્રીનાથજી હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય પરાગકુમારજીના દિવ્ય વચનામૃત બાદ ભવ્ય હિંડોળા દર્શન તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાથજી હવેલી જસદણ ખાતે હવેલીના સત્સંગ હોલમાં રાજકોટના વૈષ્ણવાચાર્ય પરાગકુમારજી મહોદયએ તેમના દિવ્ય વચનામૃતમાં પુષ્ટિમાર્ગમાં અષ્ટાક્ષર મંત્રનું મહત્વ, હવેલીમાં દર્શનનું મહત્વ, ઠાકોરજીની સેવા સહિતના વિષયો ઉપર સરળ અને વચનામૃત આપ્યું હતું.
હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા, ઉપપ્રમુખ કમલેશભાઈ ચોલેરા, ટ્રસ્ટી ભરતભાઈ ધારૈયા, ટ્રસ્ટી બટુકભાઈ તન્ના, ટ્રસ્ટી હસુભાઈ ગાંધી, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ, સહમંત્રી સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરિયાએ પરાગકુમારજી મહોદયને માલાજી અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રીનાથજીના બંગલાના મનોરથી મીતાબેન ભરતભાઈ ધારૈયા પરિવાર તથા સમગ્ર મહોત્સવના મનોરથીઓ મુક્તાબેન વનમાળીભાઈ મણિયાર, ચંપકલાલ કેશવલાલ ગાંધી, પ્રવીણચંદ્ર કેશવલાલ ગાંધી, પિયુષભાઈ ચંદ્રકાંતભાઈ પોપટ, સ્નેહલતાબેન બટુકભાઈ બાબરીયા, ગાંડાલાલ પ્રાગજીભાઈ કંસારા, ભાસ્કરભાઈ જમનાદાસભાઈ થડેશ્વર, નટવરલાલ હરિલાલ શેઠ મનોરથી પરિવારને પરાગકુમારજી મહોદયના હસ્તે આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
કીર્તનિયાઓ દરજી અશોકભાઈ પરમાર, વિનુભાઈ ભાડલીયા, જયંતીભાઈ ભુવા, પંકજભાઈ વણપરીયા, સંજયભાઈ ગોંડલીયા રમણીકભાઈ પટોળીયા, અતુલભાઈ માથુકિયા સહિતના કીર્તનિયાઓના હાથે મહારાજને માલાજી અર્પણ કરવામાં આવ્યા હતા.
ટ્રસ્ટ દ્વારા શ્રીનાથજી માટે બનાવવામાં આવેલા સોનાના પાટલા અને સોનાના નેત્રની અર્પણ વિધિ મહારાજના હસ્તે લકી ડ્રોમાં પસંદ થયેલા પ્રીતિબેન સંદીપભાઈ પટેલ, તૃપ્તિબેન સોની, કાજલબેન છાટબાર, ખુશ્બુબેન ધવલભાઈ ઠકરારના હાથે કરવામાં આવી હતી.