ગોંડલમાં 10 કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ

ગોંડલ અને વીરપુર પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગોંડલમાં 10 કલાકમાં સાડા ચાર ઈંચ તો વીરપુરમાં 12 કલાકમાં મુશળધાર 8 ઈંચ વરસાદ ખાબકતા ચારેય તરફ પાણી પાણી થઈ ગયું છે. એકતરફ આ વરસાદથી ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે, તો બીજી તરફ વીરપુર નજીક તેલ હોકરા નદીના પૂરમાં કાર તણાતાં બે લોકો ફસાયાની આશંકા વચ્ચે તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.

ગોંડલના લીલાખા ગામ નજીક આવેલા ભાદર – 1 ડેમમાં પાણીની આવક જોવા મળી છે. હાલ ડેમમાં 30195 ક્યૂસેક પાણીની આવક જોવા મળી રહી છે.

રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ છે કે જો નીચાણવાળા વિસ્તારોમાં કે પુલ પર થોડું પણ પાણી ભરાયેલું હોય, તો ત્યાંથી પસાર થવાનું જોખમ ન ખેડવું. સુરક્ષા જ સૌથી પહેલી પ્રાથમિકતા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો કોઈ પણ વિસ્તારમાં પાણી ભરાવાની કે જોખમી સ્થિતિ જણાય, તો નાગરિકો તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઇમરજન્સી નંબર અથવા 112 પર સંપર્ક કરી મદદ મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *