નીટ પેપર લીક વિરુદ્ધ આંદોલન કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) અને સરકાર વચ્ચે શનિવારે બપોરે 3:30 વાગ્યે ત્રીજી બેઠક યોજાશે. આમાં સરકાર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર પોતાનું વલણ સ્પષ્ટ કરશે.
CJPએ કહ્યું છે કે આ માગ પર કોઈ સમાધાન થશે નહીં. શુક્રવારે બીજી બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે CJP એ 3 માંગણીઓ અને પરીક્ષા સુધારણા માટે 5 સૂચનો આપ્યા છે, જેના પર ચર્ચા ચાલુ છે.
CJPએ દાવો કર્યો કે સરકારે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને 1-1 કરોડ રૂપિયા વળતર અને પ્રદર્શનકારીઓ પર નોંધાયેલા કેસ પાછા ખેંચવા પર સૈદ્ધાંતિક સંમતિ આપી છે. જોકે, સરકારે આ દાવાની પુષ્ટિ કરી નથી.
સૂત્રો અનુસાર, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે નહીં અને સરકાર કામ દ્વારા જવાબ આપશે. પ્રદર્શન વચ્ચે દિલ્હી સરકારે વીકએન્ડ સુધી દારૂની તમામ દુકાનો રાત્રે 8 વાગ્યે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ગુરુવારે પણ દુકાનો નિર્ધારિત સમય પહેલા બંધ કરી દેવામાં આવી હતી.