અફઘાનિસ્તાન સામે ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો બીજો દિવસ રેકોર્ડ્સની દ્રષ્ટિએ ભારતીય ટીમ, કેપ્ટન શુભમન ગિલ અને ડેબ્યૂ કરી રહેલા સ્પિનર માનવ સુથારના નામે રહ્યો.
ભારતે અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. કેપ્ટન તરીકે સૌથી વધુ બેટિંગ એવરેજના મામલે ગિલ હવે માત્ર ડોન બ્રેડમેનથી પાછળ છે. જ્યારે, 25 વર્ષ પછી કોઈ ભારતીય બોલરે પોતાની ડેબ્યૂ ટેસ્ટની પહેલી જ ઓવરમાં વિકેટ લીધી છે.
આ ટેસ્ટ મેચમાં ગિલ 126 રન બનાવીને આઉટ થયા. કેપ્ટન તરીકે તેમણે 82.8ની એવરેજથી 1076 રન બનાવ્યા છે. દુનિયાના એવા બેટ્સમેન જેમણે કેપ્ટન તરીકે 1 હજાર કે તેથી વધુ રન બનાવ્યા છે, તેમાં ગિલની એવરેજ માત્ર ડોન બ્રેડમેનથી ઓછી રહી ગઈ છે.
- 25 વર્ષ પછી ભારતીય બોલરને ડેબ્યૂ ટેસ્ટ ઓવરમાં વિકેટ
ડેબ્યૂ કરી રહેલા લેફ્ટ આર્મ સ્પિનર માનવ સુથારે પોતાની પહેલી જ ઓવરમાં વિકેટ લીધી. આ સાથે જ તેઓ ટેસ્ટ ડેબ્યૂની પહેલી ઓવરમાં વિકેટ લેનારા ભારતના આઠમા બોલર બની ગયા. 25 વર્ષ પછી કોઈ ભારતીયે આ સફળતા મેળવી.
આ પહેલા 2001માં ટીનુ યોહાનને ઇંગ્લેન્ડ સામે પોતાની ડેબ્યૂ ટેસ્ટની પહેલી ઓવરમાં વિકેટ લીધી હતી.