ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરો, સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ ચલાવો

PM મોદીએ આજે સતત બીજા દિવસે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટની વાત કરી દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને સોનાની ખરીદી ન કરવા અપીલ કરી છે.

વડોદરામાં સરદાર ધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતં કે,પહેલા કોરોનાનું સંકટ, પછી વૈશ્વિક આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધતો તણાવની અસર દુનિયા પર પડી છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. કોરોના મહામારી આ સદીનું સૌથી મોટુ સંકટ હતું. તો પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટા સંકટમાંની એક છે. જ્યારે આપણે મળીને કોરોનાનો સામનો કરી લીધો તો આ સંકટને પણ પાર પાડી દઈશું.

આ તમામ વિપરિત પરિસ્થિતિની સામાન્ય લોકો પર ઓછામાં ઓછી અસર થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. અત્યારે દેશને જનભાગીદારીની શક્તિની જરુર છે. આપણે ભારતના નાગરિક તરીકે આપણા કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ દેશ યુદ્ધની કે અન્ય સંકટમાંથી પસાર થયો છે ત્યારે સરકારની અપીલ પર દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવી છે. આજે પણ જરુર છે કે આપણે સૌ સાથે મળીને આપણી જવાબદારી નિભાવીએ.દેશના સંશાધનો પર પડી રહેલા બોજને ઓછો કરીએ.

વિદેશથી આવતી વસ્તુઓની કિંમત આસમાને પહોંચી છે. સપ્લાય ચેઈન ખોરવાઈ છે. એટલા માટે દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે એમ આપણે દરેક નાના પ્રયાસોથી આપણે એવા ઉત્પાદનનો ઉપયોગ ઓછો કરવાનો છે જે વિદેશથી આવે છે. એવા કામથી પણ બચવાનું છે કે જેમાં વિદેશી મુદ્રાનો ઉપયોગ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *