શહેરની ભાગોળે ટ્રાન્સપોર્ટનગરમાં ઓઇલનો વેપાર કરતી પેઢી ચલાવતા વેપારી સાથે મહારાષ્ટ્રના પિતા-પુત્રે રૂ.22 લાખની છેતરપિંડી આચરી હતી. 27 લાખનો માલ મેળવ્યા બાદ માત્ર રૂ.5 લાખ જ ચૂકવી અન્ય રકમ નહીં ચૂકવી ઠગાઇ કરી હતી.
પેલેસ રોડ પર રહેતા અને ટ્રાન્સપોર્ટનગરમાં પેટ્રોલ્યુબ્સ નામે પેઢી ચલાવતા હિરેનભાઇ રામજીભાઇ પટેલે (ઉ.વ.32) કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાગપુરના ભાઉરાવ ગાવંડે, તેનો પુત્ર સ્પર્શ ગાવંડ અને ગાંધીધામના ચિરાગ હર્ષદ શાહના નામ આપ્યા હતા. હિરેનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પેઢીમાં સેલ્સ મેનેજર તરીકે અશ્વિનભાઇ ડાંગર ફરજ બજાવે છે અને ગાંધીધામનો ચિરાગ શાહ પાંચ વર્ષથી અશ્વિનભાઇ મારફત આ પેઢી સાથે ધંધાકીય વ્યવહાર કરે છે.
ચિરાગ શાહે પેઢીના મેનેજર અશ્વિનભાઇનો સંપર્ક કર્યો હતો અને નાગપુરની સ્પર્શ પેટ્રોલિયમના માલિક ભાઉરાવ ગાવંડે અને તેનો પુત્ર સ્પર્શ ગાવંડે અોઇલનો જથ્થો ખરીદ કરવા ઇચ્છે છે, પેમેન્ટની પૂરી જવાબદારી ચિરાગ શાહે સંભાળી હતી, નક્કી થયા મુજબ 29 જૂનના રૂ.24,47,945નો ઓઇલનો જથ્થો નાગપુર રવાના કર્યો હતો અને નાગપુર જથ્થો પહોંચાડવાનો ખર્ચ રૂ.2,56,525 થયો હતો, આમ નાગપુરના વેપારી પિતા-પુત્રે રૂ.27,04,470 ચૂકવવાના હતા, માલ મળતાં જ બીજા દિવસે સ્પર્શ ગાવંડેએ રૂ.5 લાખનું પેમેન્ટ કરી દીધું હતું અને બાકીની રકમ બે દિવસમાં ચૂકવી દેશું તેમ કહ્યું હતું,