એશિયન ગેમ્સ: ભારતને છઠ્ઠો ગોલ્ડ મળ્યો

ભારતે એશિયન ગેમ્સની 4×400 મીટર મહિલા રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ટીમે 3 મિનિટ 29.69 સેકન્ડમાં રેસ પૂરી કરી. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારતને 6 ગોલ્ડ મળી ગયા છે.

મંગળવારે ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં સતત છઠ્ઠી વાર 50 મેડલનો આંકડો પણ પાર કર્યો. એશિયન ગેમ્સ દર 4 વર્ષે યોજાય છે અને 2006થી ભારત દર વખતે 50 કે તેથી વધુ મેડલ જીતી રહ્યું છે.

આ પહેલાં ગુલવીર સિંહે 5000 મીટર રેસમાં 13 મિનિટ 32.75 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ જીત્યો. તે 10 હજાર અને 1500 મીટરમાં સિલ્વર જીતી ચૂક્યો છે. તે મેડલની હેટ્રિક કરનારા પ્રથમ ભારતીય પુરુષ રનર બન્યો.

અહીં, નીરૂ ઢાંડાએ વિમેન્સ ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો. 10 દિવસ પહેલાં ફ્લૂના કારણે હોસ્પિટલમાં દાખલ રહેલા નીરૂ આ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનારા પ્રથમ ભારતીય મહિલા બન્યાં.

એશિયન ગેમ્સના 10મા દિવસે ભારતે 8 મેડલ જીત્યા. ટીમના કુલ મેડલ 53 થઈ ગયા છે અને મેડલ ટેબલમાં ભારત 10મા સ્થાને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *