ઉત્સવો વચ્ચે મોદી ગુજરાતમાં, પોલીસની અગ્નિપરીક્ષા

અમદાવાદ શહેર આગામી 15, 16 અને 17 સપ્ટેમ્બરે પોલીસ છાવણીમાં ફેરવાશે. વડાપ્રધાન મોદી આ ત્રણ દિવસ ગુજરાતમાં રહેવાના હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત 16 સપ્ટેમ્બરે ઇદ-એ-મિલાદનું જુલૂસ નીકળશે અને 17મીએ ગણેશવિસર્જન યોજાશે. એને કારણે ટ્રાફિક નિયમનથી સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસ માટે પડકારરૂપ બનશે. અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરતમાં પણ 17મીએ મોટે પાયે ગણેશવિસર્જન થવાનું છે. આ ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સુરતના સૈયદપુરા ગણેશપંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સુરત પોલીસ હાઇ એલર્ટ પર છે. ગણેશવિસર્જન અને ઈદના પર્વ પર કોઈપણ અપ્રિય ઘટના ન બને એ માટે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચની સાથે ડ્રોન સર્વલન્સથી પણ ચાંપતી નજર રખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *