ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનો સાઉદી સાથે પરમાણુ કરાર

સાઉદી અરેબિયાએ બુધવારે અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત અમેરિકા, સાઉદી અરેબિયાને વીજળી બનાવવા માટે પરમાણુ ટેકનોલોજી આપશે. આ કરાર એવા સમયે થયો છે, જ્યારે સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધ અને તણાવનો માહોલ છે.

આ કરારને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મોટી રાજદ્વારી સફળતા માનવામાં આવી રહી છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી આ કરાર ઈચ્છી રહ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયલ સહિત અમેરિકાના ઘણા અધિકારીઓ અને ન્યુક્લિયર નિષ્ણાતો તેનો વિરોધ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે જો સાઉદી અરેબિયાને યુરેનિયમ સંવર્ધનની ટેકનોલોજી મળી જશે, તો ભવિષ્યમાં તે પરમાણુ હથિયારો બનાવવાની દિશામાં પણ આગળ વધી શકે છે. તેનાથી સમગ્ર મધ્ય પૂર્વમાં પરમાણુ હથિયારોની નવી સ્પર્ધા શરૂ થવાનો ખતરો ઊભો થઈ શકે છે.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પહેલા પણ ઘણી વખત કહી ચૂક્યા છે કે જો ઈરાન પરમાણુ હથિયારો બનાવી લે છે, તો સાઉદી અરેબિયા પણ પરમાણુ હથિયારો મેળવવાની દિશામાં પગલાં ભરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *