પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર ઇમરાન ખાનની પૂર્વ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે 52 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરી લીધા છે.
જેમિમાએ 62 વર્ષના આઇરિશ-ઓસ્ટ્રેલિયન કરોડપતિ કેમરન ઓ’રાયલી સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ઇમરાન ખાનથી છૂટાછેડાના 22 વર્ષ પછી થયા છે. ઇમરાન અને જેમિમાના છૂટાછેડા 2004માં થયા હતા.
જોકે, જેમિમા અને કેમરને પોતે પોતાના લગ્નની જાણકારી સાર્વજનિક કરી ન હતી. જેમિમાની ભાભી જેમિમા જોન્સે આ જાણકારી આપી હતી. જોન્સ, જેમિમાના ભાઈ બેન ગોલ્ડસ્મિથની પત્ની છે. તેમણે 13 સપ્ટેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો.
જેમિમાએ પ્રથમ લગ્ન ઇમરાન ખાન સાથે 1995 માં કર્યા હતા. તે સમયે જેમિમાની ઉંમર માત્ર 21 વર્ષની હતી, જ્યારે ઇમરાન ખાન 42 વર્ષના હતા. ઇમરાન ત્યારે ક્રિકેટની દુનિયામાં મોટું નામ હતા અને રાજકારણમાં પગ મૂકવાની તૈયારી કરી રહ્યા હતા.
બંનેની ઉંમરમાં 21 વર્ષનો તફાવત હતો. આ ઉપરાંત બંનેની સંસ્કૃતિ પણ અલગ હતી. આ જ કારણોસર જેમિમાના માતા-પિતા આ સંબંધને લઈને શરૂઆતમાં ચિંતિત હતા. લગ્ન પછી બંનેને બે પુત્રો થયા, સુલેમાન ઈસા અને કાસિમ.
જેમિમા અને ઇમરાનનો જૂન 2004 માં છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી જેમિમા પોતાના બંને બાળકો સાથે લંડન પાછા ફર્યા. ત્યાં તેમણે ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર અને સ્ક્રીનરાઈટર તરીકે કામ શરૂ કર્યું.