ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર, ચુપચાપ સારવાર કરાવી

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે જણાવ્યું કે તેમને પ્રોસ્ટેટ કેન્સર થયું હતું. તેમણે રેડિયેશન થેરાપીથી તેની ગુપ્ત રીતે સારવાર કરાવી. લગભગ બે મહિના સુધી આ બીમારીને સાર્વજનિક કરવામાં આવી ન હતી અને હવે સારવાર પૂરી થયા પછી માહિતી આપવામાં આવી છે.

76 વર્ષીય નેતન્યાહુએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે તેમને કેન્સર હોવાનું નિદાન થયું. તેમણે એમ પણ જણાવ્યું કે આ વર્ષે તેમણે પોતાની મેડિકલ રિપોર્ટ જાહેર કરવામાં જાણી જોઈને વિલંબ કર્યો, જેથી ઈરાન યુદ્ધ દરમિયાન તેનો ઈઝરાયલ વિરુદ્ધ પ્રચાર તરીકે ઉપયોગ ન કરી શકે. આ માહિતી તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી.

નેતન્યાહુના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2024માં તેમનું પ્રોસ્ટેટ વધવાને કારણે ઓપરેશન થયું હતું. આ પછી તેઓ નિયમિત તપાસ કરાવતા રહ્યા. તાજેતરની તપાસમાં પ્રોસ્ટેટમાં એક સેન્ટિમીટરથી નાનો એક ટ્યુમર મળ્યો, જે પ્રારંભિક તબક્કાનું મેલિગ્નન્ટ કેન્સર હતું અને શરીરના અન્ય ભાગોમાં ફેલાયું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *