IPL 2026માં આજે બીજી મેચ રાજસ્થાન vs હૈદરાબાદ

IPL 2026માં આજે બે મેચ રમાશે. 36મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ (RR)નો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે થશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

બંને ટીમ આ સીઝનમાં બીજી વખત આમને-સામને થશે. આ પહેલા 13 એપ્રિલે રમાયેલી મેચમાં હૈદરાબાદે રાજસ્થાનને 57 રને હરાવ્યું હતું. આ સીઝનમાં બંને ટીમની આ આઠમી મેચ હશે. રાજસ્થાને 7માંથી 5 અને હૈદરાબાદે 4 મેચ જીતી છે. SRH તેની છેલ્લી ત્રણેય મેચ સતત જીત્યું છે.

હૈદરાબાદનું પલડું ભારે

રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 22 મેચ રમાઈ છે. તેમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદે 13 મેચમાં જીત મેળવી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ માત્ર 9 મેચ જીતવામાં સફળ રહી છે. જોકે, પોતાના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાન આ રેકોર્ડ સુધારવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

રાજસ્થાન રોયલ્સ માટે આ સીઝનમાં યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ સૌને પ્રભાવિત કર્યા છે. તેણે 7 મેચમાં 220.86ના તોફાની સ્ટ્રાઈક રેટથી 254 રન બનાવ્યા છે, જેમાં 2 ફિફ્ટી સામેલ છે. બોલિંગમાં જોફ્રા આર્ચર ટીમની મુખ્ય કડી છે. આર્ચરે 7 મેચમાં 11 વિકેટ ઝડપી છે અને તેનો ઇકોનોમી રેટ 7.96 રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *