આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ₹10,000ની લાંચ લેતા ઝડપાયો

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અને GRD રૂપિયા 10,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાઇ ચુક્યા છે. મારામારીના કેસમાં આરોપીને લોકઅપમાં ન રાખવા અને વહેલા જામીન અપાવવા માટે આરોપી દ્વારા રૂપિયા 10,000ની લાંચ માંગવામાં આવી હતી જેને આજરોજ સ્વીકારતા ACBએ રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેલમાં ન રાખી અને જામીન અપાવવા રૂપિયાની માંગ
રાજકોટ શહેર ACBને એક ફરિયાદ મળી હતી કે, આજીડેમ પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં સંડોવાયેલ આરોપી પાસે ગુનાની તપાસ કરતા ASI રાજેશભાઇ ઉર્ફે રાજૂભાઇ સામતભાઇ મેર દ્વારા તપાસના કામે આરોપીઓને લોકઅપમાં નહીં રાખવા અને જલ્દી જામીનની કાર્યવાહી કરવાના અવેજ પેટે ₹10,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી અને આ લાંચની રકમ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD મનોજભાઇ બાબુભાઇ ચૌહાણને આપવા જણાવ્યું હતું, પરંતુ આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *