અમેરિકામાં શ્વેત જૂથો ભારતીયોની જાસૂસી કરી રહ્યા છે

અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી મધ્યાવધિ ચૂંટણીમાં ઇમિગ્રેશન વિરોધ એક મોટો મુદ્દો બની રહ્યો છે. ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઇમના કેસોમાં 30% સુધીનો વધારો થવાની આશંકા છે.

ન્યૂયોર્કના ક્વીન્સ વિસ્તારમાં 20 વર્ષથી રેસ્ટોરાં ચલાવતા ભારતીય મૂળના મોમીન અલી (બદલેલું નામ) કહે છે કે ટ્રમ્પના સમર્થક શ્વેત જૂથો ભારતીયોના રેસ્ટોરાંમાં જાસૂસી કરે છે.

પ્રવાસીઓના મુદ્દા સાથે જોડાયેલા સંગઠન APIએ એક મોડ્યુલનો અભ્યાસ કરીને ચેતવણી આપી છે કે નવેમ્બર સુધીમાં ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઇમના કેસોની સંખ્યા 58 હજાર સુધી પહોંચવાનો ખતરો છે. જ્યારે આ વર્ષે જુલાઈ સુધીમાં ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઇમના 44,535 કેસ સામે આવ્યા હતા.

અમેરિકામાં ચૂંટણી અથવા ભારતીયો સાથે જોડાયેલો કોઈપણ મુદ્દો સામે આવે ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી ઇમિગ્રેશન વિરોધી મુદ્દો ઉઠાવે છે. ભારતીયો પર નોકરીઓ છીનવી લેવાનો આરોપ પણ લગાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *