અમેરિકામાં ગોલ્ડી બરાડ પર ₹10 કરોડનું ઇનામ

અમેરિકન તપાસ એજન્સી FBIએ ગેંગસ્ટર સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડને ટોપ 10 મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ કર્યો છે. બરાડ વિશે માહિતી આપનારને 10 લાખ ડોલર (લગભગ 9.5 કરોડ રૂપિયા) સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

બરાડને લૉરેન્સ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપનો ઉત્તર અમેરિકામાં મુખ્ય ઑપરેશનલ લીડર ગણાવવામાં આવ્યો છે. લૉરેન્સ અને ગોલ્ડી બરાડ પર 2023માં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ છે. આ જ વર્ષે જુલાઈમાં નિજ્જરની હત્યાને લઈને અમેરિકાએ પહેલીવાર ચાર્જશીટ દાખલ કરી હતી.

અમેરિકન સરકારના જણાવ્યા અનુસાર, લૉરેન્સ ભારતીય જેલમાં રહીને પણ આંતરરાષ્ટ્રીય અપરાધ નેટવર્ક ચલાવી રહ્યો હતો. તે જેલમાં તસ્કરી દ્વારા પહોંચાડવામાં આવેલા મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ કૉલિંગ ડિવાઇસના માધ્યમથી હત્યા, ખંડણી, અપહરણ, ડ્રગ્સ અને માનવ તસ્કરી જેવી પ્રવૃત્તિઓના નિર્દેશ આપતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *