અમેરિકામાંથી 18,000 ભારતીયોને ડિપોર્ટ કરાશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિપોર્ટેશનનું મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. અમેરિકામાં 18 હજાર અનડૉક્યુમેન્ટેડ (દસ્તાવેજ વિનાના) ભારતીયો નિશાન પર આવી ગયા છે.

આ વખતે પણ ટ્રમ્પ પ્રશાસન ડિપોર્ટેશન માટે સૈન્ય વિમાનોના ઉપયોગની તૈયારીમાં છે, જે તેમની કડક ઇમિગ્રેશન નીતિની સૌથી ચર્ચિત તસવીર બની ચૂક્યું છે.

અનડૉક્યુમેન્ટેડ ભારતીયોને ન અપીલ, ન દલીલ અને ન જ વકીલ કરવાની તક મળશે. ટ્રમ્પની ICE (ઇમિગ્રેશન કસ્ટમ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ)ની ટીમો સતત દરોડા પાડી રહી છે.

અમેરિકાના 4 શહેરો- ન્યૂયોર્ક, ટેક્સાસ, કેલિફોર્નિયા અને ન્યૂજર્સીથી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો. તેમાં સામે આવ્યું કે ડિપોર્ટેશન અભિયાને દસ્તાવેજ વિનાના ભારતીયોની જિંદગી સંપૂર્ણપણે બદલી દીધી છે. ડિટેન્શન સેન્ટરમાં બંધ લોકો સાથે દુર્વ્યવહારની કહાનીઓ પણ સામે આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *