પોઝિટિવ રેફરન્સના આધારે પ્રથમ ઓર્ડર મેળવી વિશ્વાસ માટે 30 દિવસ પછીનો ચેક આપ્યો


વેરોસા એન્ટરપ્રાઇઝના ઓથોરાઇઝ શ્રૃતીબેન ભંડેરી દ્વારા ‘આ પ્રેમચંદ મિતલ સાથે માલ-સામાનની આપ-લે કરો’ એવો પોઝિટિવ રેફરન્સ આપ્યો હતો અને ત્યારબાદ અમારી કંપનીને ઓર્ડર આપવાનુ શરૂ કર્યું હતુ. સૌ પ્રથમ તા.28.01.2025ના રોજ પર્ચેસ ઓર્ડર આપ્યો હતો, જે મુજબ અમારી કંપની પાસેથી તેઓએ સાટીન ડાઇંગ પ્રિન્ટનુ કાપડ 13,200 મીટર માલ સામાન મંગાવ્યો હતો. તા.22.02.2025ના કુલ રૂપિયા 17,60,225નો કાપડનો માલ-સામાન એસ.ટી.એસ. ટ્રાન્સલોગ સોલ્યુશન એલ.એલ.પી. મારફતે મોકલ્યો હતો. તેની સામે તેણે અમારી કંપનીને વિશ્વાસ મેળવવા 30 દિવસ બાદના ચેક આપ્યા હતા.

કટકે-કટકે માલ મંગાવીને ક્રેડિટ લિમિટ વધારવાનું પૂર્વઆયોજિત કાવતરું
બાદમાં આરોપીએ અમારા પાસેથી કટકે-કટકે કાપડનો માલ મંગાવવાનું ચાલુ રાખ્યું હતુ અને તેના કટકે-કટકે રૂપિયા ચુકવી આપતા હતા, જેથી અમારી કંપનીને આ કંપની ઉપર વિશ્વાસ આવ્યો હતો અને અમે તેની સાથે માલનું વેંચાણ કરતા હતા. ત્યારબાદ પ્રેમચંદ મીતલે અમારી કંપનીના સેલ્સ હેડ તૃષાબેન પટેલને તેમની કંપનીના કલ્પેશ કાપડીયાના નંબર આપ્યા હતા અને જણાવ્યું હતું કે હવે તમારી સાથે આ ભાઈ વાતચીત કરશે અને ત્યારબાદ કલ્પેશ ધંધા બાબતેની વાતચીત કરતો. આરોપી પ્રેમચંદએ કંપની સાથે શરૂઆતમાં વિશ્વાસ કેળવવા સમયસર પેમેન્ટ કરી અને પ્રથમથી જ છેતરપિંડી કરવાના ઇરાદે ક્રેડિટ લિમિટ વધારી હતી.

કાપડનો મોટો જથ્થો ઉપાડ્યા બાદ રૂ.5,44,59,315નું ચૂકવણું ન કર્યું
ત્યારબાદ મોટા પ્રમાણમાં માલ મંગાવી અને થોડું-થોડું પેમેન્ટ મોકલી કંપનીમાંથી મોટા પ્રમાણમાં માલ ઉપાડી લીધો હતો. તારીખ 22.02.2025થી 29.09.2025 સુધીમાં અલગ-અલગ ઇનવોઇસથી ટ્રાન્સપોર્ટ મારફતે કુલ રૂપિયા 8,97,04,605નું કાપડ વેચાણ કર્યું હતું અને તેની સામે કંપનીને તે લોકોએ કુલ રૂપિયા 3,52,45,290 ધ હિન્દુસ્તાન કો.ઓ.બેંક લિમિટેડ બેંક મારફતે કટકે-કટકે આપ્યા હતા અને કુલ 5,44,59,315ની રકમ આરોપીએ આપેલ ન હતી. આ બાબતે કંપની દ્વારા વારંવાર ફોન તથા અન્ય માધ્યમથી પેમેન્ટની માંગણી કરવામાં આવી હતી.

ઇન્ડોનેશિયામાં માલ ખરાબ નીકળ્યાનું બહાનું કાઢી બારોબાર વેચી માર્યો
પ્રેમચંદએ કહ્યું કે મે તમારો માલ ઇન્ડોનેશીયા એકસપોર્ટ કર્યો છે અને તે માલ ખરાબ છે, તેવા બહાના કરી કોઇ માલ એકસપોર્ટ નહીં કરી બારોબાર લોકલ માર્કેટમાં વેચી દઈ છેતરપિંડી કરવાના ઇરાદાથી ખોટી માહિતી આપી કંપનીનું બાકી પેમેન્ટ નહીં કરી છેતરપિંડી આચરી હતી. હાલ આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *