અન્નામલાઈ 14 સપ્ટેમ્બરે પોતાની પાર્ટીની જાહેરાત કરશે

તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ IPS અધિકારી કે. અન્નામલાઈ 14 સપ્ટેમ્બરે પોતાની નવી પાર્ટીના નામ, નીતિ અને સંગઠનની જાહેરાત કરશે. તેઓ નવેમ્બર-ડિસેમ્બરમાં આખા રાજ્યનો પ્રવાસ કરશે.

અન્નામલાઈ ‘વી ધ લીડર’ આંદોલન દ્વારા યુવાનોને જોડી રહ્યા છે. પોતાના વતન અરાવકુરિચીમાં તાલીમ શિબિર શરૂ કરી છે. પાર્ટીના જિલ્લા સંયોજકોમાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો જ હશે.

2 લક્ષ્યો પર જ ધ્યાન

  1. ઓબીસી+એમબીસી: અભિનેતામાંથી નેતા બનેલા સીએમ સી. જોસેફ વિજયની પાર્ટી ટીવીકેએ દલિત અને લઘુમતી મતો પર મજબૂત પકડ બનાવી છે. તેથી અન્નામલાઈ બિન-દલિત વોટ બેંક, ખાસ કરીને ઓબીસી, એમબીસી (મોસ્ટ બેકવર્ડ ક્લાસ) અને સામાન્ય વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

બેઠકો છે. કોઈ ધાર્મિક ઓળખ વગરના અન્ના અહીંના મધ્યમ વર્ગના ખેડૂતો, વેપારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

અન્નામલાઈએ 2020માં ભાજપમાં જોડાયા, 6 વર્ષ પછી રાજીનામું આપ્યું

અન્નામલાઈએ 25 ઓગસ્ટ 2020ના રોજ ભાજપ જોઈન કર્યું હતું. તે સમયે તેઓ કર્ણાટક કેડરના પૂર્વ IPS અધિકારી હતા. પાર્ટીમાં સામેલ થયાના તરત જ તેમને તમિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

2021માં તેમને તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. એપ્રિલ 2025 સુધી તેઓ આ પદ પર રહ્યા. તમિલનાડુમાં ભાજપના સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત કરવા માટે અભિયાન ચલાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *