યુવકે મિત્રની બહેનને પ્રેમજાળમાં ફસાવી અજમેર લઇ જઇ બસ અને ગેસ્ટહાઉસમાં આચર્યું દુષ્કર્મ

શહેરમાં ભીમનગરમાં ચિકનની દુકાન ચલાવતા વિધર્મી શખ્સે મિત્રની પિતરાઇ બહેન સાથે પરિચય કેળવી મોબાઇલ નંબર મેળવી પ્રેમજાળમાં ફસાવી ફરવાના બહાને અજમેર લઇ જઇને બસ અને હોટેલમાં બળજબરી આચરી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે દુષ્કર્મ, એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં રહેતી એક 21 વર્ષની યુવતી તેના પિતરાઇ ભાઇના મિત્ર કાલાવડ રોડ પર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતો રિઝવાન ઇસ્માઇલભાઇ માંડરિયા સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને ધો.12ની પરીક્ષા આપી છે અને તેના માતા અને બહેન સાથે રહેતી હોવાનું તેમજ થોડા મહિના પહેલા તેના પિતરાઇ ભાઇ સાથે બગીચામાં ગઇ હતી ત્યારે રિઝવાન ત્યાં આવ્યો હતો અને વાતચીત બાદ રિઝવાને મારા મોબાઇલ નંબર મેળવી લીધા હતા. બાદમાં તે વારંવાર ફોન કરી વાતો કરતો હોય મિત્રતા થઇ હતી. ત્યાર બાદ તેને અજમેર ફરવા જવાનું કહી તેને પણ આવવાનું કહેતા તેને હા પાડી હતી. બાદમાં તા.20-6ના રોજ ગ્રીનલેન્ડ ચોકડીથી સ્લીપર કોચ બસમાં અજમેર ગયા હતા.

તે દરમિયાન તા.21ના રોજ અજમેર પહોંચી ગેસ્ટહાઉસમાં રૂમ રાખી રોકાયા હતા. ત્યારે મોડી રાત્રીના હું સૂતી હોય રિઝવાને જગાડી હતી અને મારી સાથે બળજબરી કરી હતી. જેથી મેં ના પાડવા છતાં તે માન્યો ન હતો અને દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાર બાદ અમે રાજકોટ આવવા નીકળ્યા હતા ત્યારે સ્લીપર કોચ બસમાં પણ મારી સાથે બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યો હતો. બાદમાં રાજકોટ આવી બીજા દિવસે મને મળ્યો અને આ વાત કોઇને કહેતી નહી અને બાળક રહી ગયું હોય તો હું તારી સાથે લગ્ન કરી લઇશ. ત્યાર બાદ અમે રેસકોર્સમાં મળતા હોય તે દરમિયાન લગ્ન કરવાની ના પાડી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *