રાજકોટમાં રોગચાળો વકર્યો

રાજકોટમાં મિશ્રઋતુને કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં શરદી-ઉધરસ અને સામાન્ય તાવનાં 2209 દર્દીઓ નોંધાયા છે. તેમજ ડેંગ્યુ, મેલેરિયા સહિત મચ્છરજન્ય રોગ મનપાનાં અથાગ પ્રયાસો છતાં સંપૂર્ણપણે કાબૂમાં આવી રહ્યા નથી. ત્યારે ચાલુ સપ્તાહે ડેંગ્યુનાં વધુ 08, મેલેરિયાનો 1 અને ચિકનગુનિયાનાં પણ 2 કેસો સામે આવ્યા છે. એટલું જ નહીં લાંબા સમય બાદ ટાઇફોઇડ તાવના પણ 6 કેસો નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. શહેરમાં ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. જોકે ખાનગી ક્લિનિકોને ધ્યાનમાં રાખીએ તો કુલ દર્દીનો આંકડો 5 ગણો એટલે કે, 10,000 કરતા પણ વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2422 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 1267 કેસ, ઝાડા-ઉલટીનાં 196, સામાન્ય તાવનાં 942 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 8 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં મેલેરિયા તાવનો 1 અને ચિકનગુનિયાનાં 2 કેસ પણ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *