રાજકોટમાં નિઓ ફાઉન્ડેશન દ્વારા સપ્ત સંગીતિ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના કલાકારો સંગીત કલા રજૂ કરશે. શાસ્ત્રીય સંગીત સમારોહ 2થી 8 જાન્યુઆરી સુધી યોજાશે.આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેનો આજથી પ્રારંભ થશે. રાજકોટના લોકોને સાત દિવસ સુધી સંગીતના દિગ્ગજ કલાકારોને સાંભળવાનો લહાવો મળશે.
ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સમા શાસ્ત્રીય સંગીતને જાળવવા ઉપરાંત શાસ્ત્રીય સંગીતના કલાકારોને પ્રોત્સાહિત કરી લોકો સમક્ષ કૌશલ્યની પ્રસ્તુતિથી તેને પ્રચલિત બનાવવા અને આ ભવ્ય વારસાને અપનાવી આગળ વધારવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સાત દિવસમાં રાજકોટના કલાકારો પણ પોતાની કલા રજૂ કરી શકશે. કાર્યક્રમ 2થી 8 જાન્યુઆરી સુધી હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. આજે www.ssaptasangeeti.org પરથી સાંજે 5.00 કલાકથી નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરી શકાશે. તેમ આયોજકોએ જણાવ્યું છે.