રાજકોટની બંગડી બજારમાં 11 દિવસમાં બીજી આગ

રાજકોટની બંગડી બજારમાં 11 દિવસમાં બીજી વખત આગની ઘટના બની હતી. અગાઉ 14 જુલાઈના ભાભા બજારમાં આગ લાગી હતી તો હવે તેની પહેલાની શેરીમાં આવેલા પરિમલ હેન્ડીક્રાફટમાં આજે (26 જુલાઈ) સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો હતો અને આગ બુઝાવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન એક ફાયર બ્રિગેડના જવાન પર પોપડુ પડતા ઈજા પહોંચી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું. જોકે, હજૂ નુકસાનીનો આંકડો સામે આવ્યો નથી. આગ દરમિયાન અહીં પણ બિલ્ડિંગ ઉપરના ભાગે ગેરકાયદેસર પતરાનો શેડ જોવા મળ્યો હતો.

શહેરના બંગડી બજારમાં રીપુલભાઈ જોબનપુત્રાની માલિકીનો પરિમલ હેન્ડીક્રાફટ નામનો શો રૂમ આવેલો છે. જ્યાં આજે સવારે 10 વાગ્યે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. જે અંગેની જાણ ત્યાંના અન્ય વેપારી હિરેન નરસાણાને થતા તેમના દ્વારા ફાયર બ્રિગેડ તેમજ શો રૂમના માલિકને જાણ કરવામાં આવી હતી. હિરેનભાઈએ જણાવ્યું હતું કે, બંગડી બજાર મેઈન રોડ પર આવેલી શેરીમાં પરિમલ હેન્ડીક્રાફ્ટમાં આજે સવારે 10:00 વાગ્યા આસપાસ આગ લાગ્યાની જાણ થઈ હતી. જેથી પોલિસ સ્ટેશન, દુકાન માલિક અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. દુકાનમાં બાજોઠ, તોરણ સહિતના મટિરીયલનુ વેચાણ થાય છે. દુકાનોમાં પતરાના શેડ નાખતા દુકાનધારકોએ સાવચેત રહેવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *