સુરત ખાતે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના હોદેદારોની વરણી કરવામાં આવેલ. જેમાં પ્રમુખ પદે પ્રમોદ ચૌધરી- આઇ એ એસ સુરત, કુશાલ સંગતાણી- કાર્યકારી પ્રમુખ, હરી પિલ્લાઈ સેક્રેટરી- ગાંધીધામ, હિરેન મહેતા – જોઈન્ટ સેક્રેટરી રાજકોટ, જયાબેન ઠક્કર – પૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ – બરોડા, નિષેધભાઇ મહેતા -ભાવનગર, ખજાનચી રૂઝુલ પટેલ – ભરૂચ, ટેકનિકલ કમિટીના ચેરમેનપદે મનિષ મેહતા – રાજકોટ, સિલેકસન કમિટીમા અંકિત મેહતા, કોચીગ કમિટીના સદસ્ય તરીકે કિરણ ભટ્ટ વગેરે હોદેદારોની એજીએમ માં વરણી થયેલ છે. હિરેન મહેતા કે જેઓ ટેબલ ટેનિસના નેશનલ પ્લેયર રહી ચૂક્યા છે, અનેક રમત ગમતની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે સ્પોર્ટ્સને વધુ ને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના વર્કિંગ જનરલ સેક્રેટરી, મુંબઈ તથા ડિવિઝનલ સેક્રેટરી રાજકોટ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના હોદેદાર છે. આ પેનલ ગુજરાત સ્ટેટ 2024 માં સિનિયર નેશનલ, સબ જુનિયર નેશનલ અને પેરા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરશે.