ગોંડલ ચોકડી પાસેની પ્રેમવતી રેસ્ટોરન્ટને શરતભંગની નોટિસ, જુલાઈમાં સુનાવણી

ગોંડલ ચોકડી નજીક બીએપીએસ પ્રેમવતી રેસ્ટોરન્ટને શરતભંગની નોટિસ ફટકારવામાં આવી છે. 10 હજાર ચોરસ મીટર પર રેસ્ટોરન્ટ ગાર્ડન ખડકી દેવામાં આવ્યા છે. શરતભંગના કિસ્સામાં જુલાઈ માસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં આ અંગેની સુનાવણી હાથ ધરાશે. આ પ્રકરણમાં સિટી પ્રાંત અધિકારી-2 દ્વારા કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડી નજીક વાવડી વિસ્તારમાં સરવે નંબર 38-1 પૈકીની 10 હજાર ચોરસ મીટર જમીન વર્ષો પૂર્વે કલેક્ટર તંત્ર દ્વારા બીએપીએસ સંસ્થાને ફાળવવામાં આવી હતી. જે માટે જગ્યા ફાળવી હતી તે હેતુ માટે તેનો ઉપયોગ કરવાને બદલે આ ફાળવાયેલી જમીન પર ગાર્ડન અને રેસ્ટોરન્ટ ખડકી દેવામાં આવ્યું હતું.

આ રીતે જે હેતુ માટે જમીન ફાળવાઈ હતી તે હેતુ સિદ્ધ નહિ થતા આખરે આ પ્રકરણમાં કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી-2 દ્વારા સ્થળ તપાસ કરીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેના આધારે આ નોટિસ ફટકારવામાં આવી છે. જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી બાદ આગળનો નિર્ણય જાહેર કરાશે. કલેકટર તંત્ર માત્ર નોટિસો જ આપ્યા કરશે કે ઠોસ કાર્યવાહી પણ કરશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *