સૌરાષ્ટ્ર યુનિ.માં 54માં યુવક મહોત્સવનો પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 54મા ‘હીરક સ્પંદન’ યુવક મહોત્સવનો સાંસદ પરસોતમ રૂપાલાનાં હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યુવક મહોત્સવ તારીખ 9થી 11 ઓક્ટોબર દરમિયાન યુનિવર્સિટી કેમ્પસના વિવિધ 8 જેટલા સ્થળો પર એકસાથે યોજાઈ રહ્યો છે. જેમાં 92 કોલેજોના 2370 કરતા વધુ વિદ્યાર્થીઓ જુદી-જુદી 33 સ્પર્ધાઓમાં તેમની કલાત્મક પ્રતિભા બતાવશે. આજરોજ યુનિવર્સિટીનાં કુલપતિ દ્વારા વિજેતાઓ માટે પરીક્ષા ફી માફ કરવાની મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ બી. રાભાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સંલગ્ન 92 જેટલી કોલેજોમાંથી 2370થી વધુ વિદ્યાર્થીઓએ આ કલાકુંભમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. યુવાધન શક્તિ અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત મહોત્સવમાં સંગીત, નૃત્ય, નાટક, લલિતકળા અને સાહિત્ય ક્ષેત્રની કુલ 33થી વધુ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાપક મહોત્સવની સફળતા માટે છેલ્લા 1 થી 2 મહિનાથી સઘન તૈયારીઓ ચાલતી હતી. સમગ્ર આયોજનને સુચારુ અને પારદર્શી રીતે સંપન્ન કરવા માટે 33 થી વધુ અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં તજજ્ઞો, નિર્ણાયકો, આયોજકો અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો પોતાના ક્ષેત્રની જવાબદારી નિભાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *