રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ અક્ષર નગરમાં રહેતાં હિતેન્દ્રસિંહ મહિપતસિંહ પરમાર (ઉ.વ.45) નામના કર્મચારી આજ રોજ પોતાના ઘરે હતા ત્યારે સવારનાં 9.30 વાગ્યાની આસપાસ અચાનક બેભાન થઈ જતાં તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક હિતેન્દ્રસિંહ એસટીમાં ડ્રાઈવર તરીકે માંડવી ડેપોમાં ફરજ બજાવતા હતા અને તેઓને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે જાણ સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને કરતા પોલીસે મોતનું સાચું કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.