લોકસભા ચૂંટણી ખર્ચની 1 કરોડની ગ્રાન્ટ ફાળવતું કેન્દ્રિય ચૂંટણી પંચ

રાજકોટ લોકસભા બેઠકના ચૂંટણી ખર્ચની વધુ એક કરોડની ગ્રાન્ટ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ફાળવી દેવામાં આવી છે.અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી ગત તા.7મેનાં રોજ યોજાઈ હતી. આ ચૂંટણીના ખર્ચ પેટેની વધુ રૂ. 1 કરોડની ગ્રાન્ટ જિલ્લા તંત્રને ફાળવી દેવાતા મંડપ, વીડીયોગ્રાફી, ફોટોગ્રાફી સહિતના ચૂકવણા કરવામાં આવનાર છે.અહીં એ ઉલ્લેખનીય છે કે દર વખતની જેમ આ વખતે પણ લોકસભાની ચૂંટણીનો ખર્ચ કરોડોનો થયો હતો.

જેમાં અગાઉ પ્રથમ તબકકામાં ચૂંટણી ફરજ બજાવનારા પોલીંગ સ્ટાફને તેમના મહેનતાણા ચૂકવી દેવામાં આવેલ હતા. જે બાદ તબકકાવાર ગ્રાન્ટની આવેલી રકમમાંથી ચૂંટણી ખર્ચના નાના-નાના ચુકવણાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બાદ હવે ચૂંટણી ખર્ચ પેટેની રૂ. 1 કરોડની ગ્રાન્ટ કેન્દ્રીય ચુંટણીપંચ દ્વારા જિલ્લા તંત્રને ફાળવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *