અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સને પોતાના જ ગઢમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ IPL ફાઇનલમાં 156 રનથી હરાવ્યું હતું. RCBની ભવ્ય જીત અને વિરાટ કોહલીની શાનદાર બેટિંગથી ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયા હતા, ત્યારે RCBની જીતની ગુજરાતમાં ભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ જોકે, GTની હાર થતા જ ગુજરાત ટાઇટન્સ અને શુભમન ગિલના ફેન્સમાં ભારે નિરાશા જોવા મળી હતી.
અમદાવાદના સિંધુભવન રોડ ઉપર વિરાટ કોહલી અને RCBના ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ ઢોલ-નગારા સાથે રસ્તા વચ્ચે ડાન્સ કરીને ભવ્ય જીતની ઉજવણી કરી હતી. જ્યારે વડોદરામાં RCBના ફેન્સ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. જોકે, મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા ન થાય તે માટે પોલીસ દ્વારા તમામ ફેન્સને અટકાવવામાં આવ્યા હતા.
તો બીજી તરફ સુરતના ભાગળ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ફટાકડા ફોડીને RCBની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે લોકો રસ્તા વચ્ચે કોહલી… કોહલી…ના નારા લગાવ્યા હતા, જ્યારે રાજકોટના એસ્ટ્રોન ચોક ખાતે RCB ફેન્સે ઢોલ-નગારા પર ટી-શર્ટ કાઢીને નાચી ઉઠ્યા હતા.