જી.પી.એસ.સી. દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની 300 જગ્યાની ભરતી કરવામાં આવનાર છે. આ માટે ભરતીની જાહેરાતના અનુસંધાને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે પ્રાથમિક તબક્કાના કોચિંગવર્ગનું આયોજન સી.સી.ડી.સી., સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તા.13 સપ્ટેમ્બરને શુક્રવારથી શરૂ કરાશે. તાલીમવર્ગમાં જોડવા ઈચ્છતા ઉમેદવારો તા.10 સપ્ટેમ્બર સુધીમાં સીસીડીસી બિલ્ડિંગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરી શકશે.
તાલીમ વર્ગોમાં દરરોજ સિલેક્ટેડ ટોપિક ઉપર માર્ગદર્શન, સ્વચકાસણી સ્વરૂપ એમ.સી.ક્યુ. પરીક્ષા, જ્ઞાનના સાગર રૂપી ઈનહાઉસ લાઇબ્રેરી તથા પરીક્ષામાં સફળતા મેળવે તે પ્રકારનું માર્ગદર્શન પૂરું પડાય છે. આ પ્રાથમિક તબક્કાની પરીક્ષાના તાલીમવર્ગના અભ્યાસક્રમમાં ભારતનું બંધારણ, ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, અર્થશાસ્ત્ર, મેથ્સ અને રિઝનિંગ જેવા સિલેક્ટેડ વિષયોની વિદ્યાર્થીઓને સઘન તાલીમ આપવામાં આવશે.