આટકોટની વીજ સમસ્યા હવે ભૂતકાળ બનશે

પીજીવીસીએલના વાસાવડ સબ ડિવિઝન હેઠળ આવતા 44 ગામનો વર્ષો જૂના પ્રાણ પ્રશ્નનો ઉકેલ આવતાં આટકોટમાં પણ વીજ સમસ્યા હવે ભૂતકાળ બનશે તેવી આશા સેવાઇ રહી છે. વાસાવડ સબ ડિવિઝનમાંથી દેરડી કુંભાજી ડિવિઝન અલગ કરવામાં આવ્યું છે.

પીજીવીસીએલ ગોંડલ ડિવિઝન હેઠળ આવતા વાસાવડ સબ ડિવિઝનનો વિસ્તાર પ્રમાણમાં બહુ મોટો છે તથા ગ્રાહકોની સંખ્યા પ્રમાણે સ્ટાફ ઘટતો હોય તેમ જ ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને વીજ સેવામાં હાલાકી ભોગવવી પડતી હોય જે માટે હાલના સબ ડિવિઝનના બે ભાગ કરી આપવાની વર્ષો જૂની માંગણી કરવામાં આવી રહી હતી અને વહીવટી સરળતા માટે તેમજ ગ્રાહકોને સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી, ઉર્જામંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં વાસાવડ સબ ડિવિઝનના બે ભાગ કરી અને દેરડી કુંભાજી સબ ડિવિઝનને નવી મંજૂરી આપવામાં આવી હતી. આથી હવે આ પંથકમાં વીજ સમસ્યા ભૂતકાળ બની જશે તેવી આશા ગ્રાહકો રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *