નિવૃત સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ સદર બજાર ભીલવાસ નજીક ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં 50 વર્ષીય વિજયભાઇ વાઘેલા નામના નિવૃત સફાઇ કામદારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. વિજયભાઇ બે બહેન અને એક ભાઇમાં મોટા છે. સંતાનમાં ત્રણ દિકરી અને એક પુત્ર છે. પરિવારજનોના કહેવા મુજબ વિજયભાઇ મહાનગર પાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં. પાંચ વર્ષ પહેલા તેમણે વીઆરએસ લઇ લીધુ હતું. જો કે કાયદેસરના નાણા જે નોકરી પુરી થયા બાદ નીકળતાં હતાં ફસાઇ ગયા છે. અગાઉ ચાલુ નોકરીએ લોન લીધી હોય તેની લાખોની રકમ ભરપાઇ કરવાની બાકી હોઇ આ રકમ ભરપાઇ થાય પછી જ નાણા છુટા થાય તેમ કહેવાતું હોવાથી ટેન્‍શનને કારણે આ પગલુ ભર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *