શહેરના પોપટપરા પાસેના કૃષ્ણનગરમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમબ્રાંચે દરોડો પાડી નામચીન સહિત 9 શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂ.1.30 લાખની રોકડ સહિતની મતા કબજે કરી તપાસ કરતા નામચીન એકાદ માસથી જુગારધામ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.
પોપટપરા પાસેના કૃષ્ણનગરમાં નામચીન મોહસીન મોટાણી જુગારધામ ચલાવતો હોવાની માહિતીને આધારે પીઆઇ ગોંડલિયાની સૂચનાથી પીએસઆઇ ગરચર સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતો મોહસીન સલીમભાઇ મોટાણી (રહે. પરસાણાનગર), મજીદ જુસબભાઇ દલવાણી (રહે.જંક્શન પ્લોટ), ગફાર નુરમહમદભાઇ સુધાગુનિયા (રહે.પોપટપરા), અફઝલ ઉર્ફે સદામ અહેમદભાઇ દલવાણી (રહે. પોપટપરા), રહીમ હાસમભાઇ સૈયદ (રહે. સંજયનગર), હાજી ઇસ્માઇલભાઇ જુણેજા (રહે. ખોડિયારનગર), ચિરાગ મહેશભાઇ ચૌહાણ (રહે. રૂખડિયાપરા), સુલેમાન ઉર્ફે ડાડો અબ્દુલભાઇ પલેજા (રહે.રૂખડિયાપરા કવાર્ટર), હિતેષ અશોકભાઇ દરિયાણી (રહે. પરસાણાનગર)ને ઝડપી લઇ તેની પાસેથી રૂ.1.30 લાખની રોકડ સહિતની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરી હતી.