કમોસમી વરસાદથી ઠંડક પ્રસરી

હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ અગાઉ આગાહી કરવામાં આવી હતી કે, અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે. ત્યારબાદ 1 અને 2 માર્ચના રોજ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ગઈકાલે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં કમોસમી વરસાદે એન્ટ્રી લીધી હતી. કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેની અસર મોડી રાત્રે અને વહેલી સવારે પણ જોવા મળી હતી.

દક્ષિણ પશ્ચિમી રાજસ્થાન સર્ક્યુલેશન સર્જાયું હતું
ગઈકાલે માવઠા દરમિયાન અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં બરફના કરાં પડ્યા હતા, તેનું કારણ જણાવતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમી સર્ક્યુલેશન સર્જાયું હતું, તેને કારણે ગુજરાત પર કમોસમી વરસાદના વાદળો બંધાયા હતા અને વરસાદ પડ્યો હતો. ગુજરાતના કેટલાક જિલ્લાઓ ધોધમાર તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બરફના કરાં પડવાની પણ ઘટના બની હતી. તેની પાછળનું કારણ સાઇક્લોનિક સર્ક્યુલેશન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *